બોટાદ: કુંડળી ગામ નજીક રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

ગુજરાતમાં રાજ્યમાં સુરત બાદ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનાં કાવતરાનો પર્દાફાશ થયો છે,ટ્રેક પર 4 ફૂટના પિતાનો ટુકડો ઉભો કરવામાં આવ્યો હતો,જેની સાથે ટ્રેન અથડાતા એન્જીન બંધ થઈ ગયું હતું.

New Update

ટ્રેન ઉથલાવવાનાં પ્રયાસનું પુરનાવર્તન 

બોટાદમાં કુંડળી ગામ નજીકની ઘટના 

ટ્રેક પર પાટાનો ટુકડો મૂકીને ઉથલાવવાનો પ્રયાસ 

ટ્રેનનું  એન્જીન ટુકડા સાથે અથડાતા થયું બંધ 

મોટી દુર્ઘટના ટળતા રેલ યાત્રીઓનો થયો બચાવ     

ગુજરાતમાં રાજ્યમાં સુરત બાદ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનાં કાવતરાનો પર્દાફાશ થયો છે,ટ્રેક પર ફૂટના પિતાનો ટુકડો ઉભો કરવામાં આવ્યો હતો,જેની સાથે ટ્રેન અથડાતા એન્જીન બંધ થઈ ગયું હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.રેલવે પોલીસ સહિતનું તંત્ર દોડતું થઇ ગયું હતું.

સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરી એકવાર આવી ઘટનાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર ફૂટ ઉંચા પાટાનો ટુકડો કોઇએ ઉભો કરી દીધો હતો.અને મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જીન બંધ થઈ ગયું હતું. અને ટ્રેન ટ્રેક પર ઉભી રહી જતા રેલ યાત્રીઓના જીવ બચી ગયા હતા. ઘટનાની જાણ રેલવે વિભાગને કરવામાં આવતા રેલવેના અધિકારીઓ સહિત પોલીસ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા,અને ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે. અને બોટાદ પોલીસલોકલ ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી સહિતની ટીમ આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ કરી રહી છે.

 

#Gujarat #CGNews #Botad #overturned #attempt #Train #Railway Track
Here are a few more articles:
Read the Next Article