બનાસકાંઠા જિલ્લાના વાવમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

New Update

રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી જાણકારી અનુસાર બનાસકાંઠાના વાવમાં વહેલી સવારે 4.36 વાગ્યે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 10 કિલોમીટર દૂર નોંધાયુ હતું.

અગાઉ ગઇકાલે દિલ્હી-NCRમાં શનિવારે (5 ઓગસ્ટ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.5 હતી. આ આંચકા મોડી સાંજે 9.34 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હતું.

Latest Stories