વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સર્જાઈ દુર્ઘટના, પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત
આણંદના વાસદ પાસે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. આણંદનાં વાસદ પાસે શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 4 શ્રમિકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.સર્જાયેલી દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો,અને પોલીસ તંત્ર સહિતનો કાફલો બચાવ કામગીરી અર્થે દોડી આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની છે.રેલવે પ્રોજેકટના કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે.જેસીબી મશીન વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.