આણંદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવ્યા સારસા ગામની મુલાકાતે, લોકોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આણંદ જિલ્લાના સારસા ખાતે સ્વાગતની કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનો સાથે સીધો જ સંવાદ સાધ્યો હતો.

New Update

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના સારસાના લોકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળવા સારસા ગામની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આણંદ જિલ્લાના સારસા ખાતે સ્વાગતની કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનો સાથે સીધો જ સંવાદ સાધ્યો હતો. સારસાના લોકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળવા સારસા ગામની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ વીજ બિલમાંથી મુક્તિ માટે સારસા ગામમાં તમામ ઘરોમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે ગ્રામજનોને પ્રેરણા આપી હતી. આ વેળાએ મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારના વિવિધ 10 જેટલા યોજનાકીય લાભોના ચેક અને સાધન સહાયનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રી પટેલે સારસા ગ્રામ પંચાયત મુલાકાત લીધી હતીઅને ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

 

Latest Stories