Connect Gujarat
ગુજરાત

આણંદ : ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 1.19 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

આણંદ જીલ્લામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો સાઇબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે.

X

આણંદ જીલ્લામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો સાઇબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં રૂપિયા 1.19 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વિઝા એજન્ટ દ્વારા વિદેશ મોકલવાના બહાને લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવતી હતી. જેમાં 2 શખ્સો દ્વારા ડુપ્લિકેટ માર્કશીટ પણ બનાવવામાં આવતી હોવાની સાઇબર ક્રાઈમ પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતાં સાઇબર ક્રાઈમ પોલીસને 37 જેટલી ડુપ્લિકેટ માર્કશીટ મળી આવી હતી. જોકે, કાળા કારોબારનો પર્દાફાશ થતાં પરપ્રાંતમાં આવેલી કેટલીક યુનિવર્સિટીઓની ડુપ્લિકેટ માર્કશીટ પ્રિન્ટ થતું હોવાનું બહાર આવ્યું છે, ત્યારે હાલ તો સાઇબર ક્રાઇમ પોલીસે રૂપિયા 1.19 લાખના મુદામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story