Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: CM ભુપેન્દ્ર પટેલે અંકલેશ્વરમાં તેઓના સંબંધીના ઘરે ઓચિંતી મુલાકાત લીધી

CM ભુપેન્દ્ર પટેલ અંકલેશ્વરની મુલાકાતે જીઆઇડીસીમાં રહેતા સંબંધીના ઘરે પહોંચ્યા

X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંકલેશ્વર ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે ઓચિંતી મુલાકાત લીધી હતી

રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા તેમના સબંધીને ત્યાં ઓચિંતી મુલાકાત લીધી હતી. ભરૂચ ખાતે યોજાયેલા ઉત્કર્ષ કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમ પુર્ણ થયા બાદ ઓચિંતી અંકલેશ્વર ની મુલાકાત ગોઠવી હતી. જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર માં ભાગદોડ મચી ગઇ હતી.અંકલેશ્વર જીઆઇડીસીમાં 500 ક્વાટર વિસ્તારમા આવેલી હેપ્પી રેસીડેન્સી માં અમીબેન બ્રીજેશભાઈ પટેલ મુખ્યમંત્રી ની પિતરાઈ બહેન થાય છે.

તેણીના પતિ બ્રિજેશભાઇ પટેલનુ કોરોનામાં મૃત્યુ થયુ હતુ, તેમના કુટુંબને સાંત્વના આપવા તેઓએ ટુંકી મુલાકાત લીધી હતી.આ પ્રસંગે અંકલેશ્વર ઉધોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણી, એ આઈ એ ના પ્રવીણ તેરૈયા, મહેશ પટેલ, જીતુ પટેલ સહિત સભ્યો પણ આ તબ્બકે ઉપસ્થિત રહ્યા હતા.

Next Story