અંકલેશ્વર : PM મોદીના જન્મદિને શહેરીજનોને ભેટ, પાલિકા દ્વારા વિકાસલક્ષી કાર્યોના ખાતમુહુર્ત કરાયા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : PM મોદીના જન્મદિને શહેરીજનોને ભેટ, પાલિકા દ્વારા વિકાસલક્ષી કાર્યોના ખાતમુહુર્ત કરાયા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રજાની સુખાકારી માટે રેલ્વે સ્ટેશનથી પીરામણ, ત્રણ રસ્તાથી ઓ.એન.જી.સી. વર્કશોપ સુધી ડિવાઈડર ગ્રીલ બનાવવાનું કામ, વિવિધ રસ્તા ઉપર પેવર બ્લોક, ડ્રેનેજ લાઈનના કામો સહીત આર.સી.સી. રોડ મળી કુલ ૧.૮૮ કરોડથી વધુના વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે. જે વિકાસલક્ષી કામોનું આજરોજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ સાથે જ સખી મંડળ તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓએ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પના મેરાઈ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, પાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા સહીત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment