Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : 4 મહિના અગાઉ ઘર આંગણેથી ગુમ થયેલ બાળકીની તપાસમાં હવે CBI જોતરાઈ

9 વર્ષીય બાળકી 30મી જાન્યુ.એ ગુમ થયેલ હાઇકોર્ટમાં Habeas Corpus Petition દાખલ, બાળકીને શોધવાની જવાબદારી CBIને સોંપી

X

4 મહિના આગાઉ ગુમ થયેલ રૂખ્સાર આરિફ અન્સારીની પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયા બાદ બાળકીને શોધવાની આગળની જવાબદારી CBIને સોંપવામાં આવી છે..ન

અંકલેશ્વરના સારંગપુર ગામના મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી હતી. મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી રૈતૂન આરિફ અન્સારીએ 9 વર્ષીય પુત્રી રૂખ્સાર આરિફ અન્સારી ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ પોતાના ઘરના આંગણામાં રમવા માટે ગઈ હતી તે મોડી રાત સુધી પરત ફરી ન હતી. જે અંગે બાળકીની માતાએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બાળકીના લાપતા બનવાના મામલાને અપહરણ તરીકે ગંભીરતાથી લેવાના આદેશોના પગલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની તપાસ શરૂ કરી હતી. પરંતુ ઘણો સમય થયા બાદ પણ બાળકીનો કોઈ પત્તો ન લાગતા આ બાબતે એક એનજીઓ દ્વારા બનાવ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવાં આવી હતી. કોર્ટે બનાવ બાદ પોલીસની તપાસ અને શોધખોળના પ્રયાસ ઓછા પડ્યા હોવાનું ટાંકી લાપતા બાળકીને શોધવાની આગળની જવાબદારી CBIને સોંપી છે.

Next Story