Connect Gujarat
ગુજરાત

ગુજરાતના નવા DGP તરીકે વિકાસ સહાયની નિમણૂક,જુઓ સરકાર દ્વારા તેઓને કેમ બનાવાયા DGP

1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે આ પહેલાં તેમને DGP આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ DGP બનાવાયા હતા

ગુજરાતના નવા DGP તરીકે વિકાસ સહાયની નિમણૂક,જુઓ સરકાર દ્વારા તેઓને કેમ બનાવાયા DGP
X

1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે આ પહેલાં તેમને DGP આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ DGP બનાવાયા હતા.

1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ પહેલાં તેમને DGP આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ DGP બનાવાયા હતા.ઉલ્લેખનીય છે કે, DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરનાં નામોની પણ ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, તેઓને રાજ્યના પૂર્ણકાલીન પોલીસવડા બનાવાયા છે. વિકાસ સહાયે 2005માં અમદાવાદ શહેર, 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો.માં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષાશક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી. જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે.

Next Story