Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : 5 વર્ષીય બાળકીને વાહનમાં બેસાડતા જ તે રડવા લાગી, અને સંઘ સાથે ચાલી પંચમહાલથી 130 કિમીની પદયાત્રા...

X

5 વર્ષની બાળકી પદયાત્રીઓ સાથે પદયાત્રામાં જોડાય

પંચમહાલથી 130 કિમી ચાલીને અરવલ્લી આવી પહોચી

બાળકીનો જોમ અને જુસ્સો જોઈ સૌકોઈ આશ્વર્ય પામ્યા

દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે, માત્ર 5 વર્ષની નાની બાળકી હાઇવે પર પદયાત્રીઓ સાથે ચાલી રહી છે. રાજસ્થાનના રામદેવરાના બાબા રામદેવપીર ધામના દર્શન કરવા પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીક વેલકોતર ગામેથી 900 કિમીની પદયાત્રામાં 5 વર્ષિય બાળકીએ જોડાઇને આસ્થા અને ભક્તિનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. 5 વર્ષીય બાળકી પાવાગઢથી માત્ર 3 દિવસમાં 130 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપીને અરવલ્લી જિલ્લાના મોડાસા આવી પહોંચી હતી. સંઘ સાથે નીકળેલા 50થી વધુ પદયાત્રીઓની વચ્ચે ચાલતી બાળકીને જોઈને હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો પણ વિચારમાં પડી જાય છે. બાળકીના પિતાએ બાળકીને સંઘ સાથે લીધેલા વાહનમાં બેસાડીને દર્શન કરાવવાના હેતુસર સાથે લીધી હતી. પણ કંઇક એવું બન્યું કે, બાળકીને વાહનમાં બેસાડતા જ તે રડવા લાગી અને ચાલવાની જીદ પકડતા પાવાગઢથી મોડાસા સુધી પદયાત્રામાં જોડાઈ ગઈ હતી. પદયાત્રા દરમ્યાન સંઘના પદયાત્રીઓએ અને બાળકીના પિતાએ તેને વાહનમાં બેસાડવાની અનેકવાર કોશિશ કરી, તેમ છતાં બાળકી એકની બે ન થતાં 130 કીમી પદયાત્રા કરીને મોડાસા આવી પહોચી હતી.

Next Story