New Update
ગુજરાતમાં નકલી અધિકારી અને નકલી કચેરી બાદ બાદ પણ નકલીનો સિલસિલો યથાવત રહ્યો છે,અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પંથક માંથી પોલીસે નકલી SDMની ધરપકડ કરી હતી.
સમગ્ર રાજ્યમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે. ક્યારેક નકલી કચેરી, નકલી ટોલ, નકલી અધિકારી પકડાતા હોય છે, પણ આના પર ક્યારેય રોક લાગતી હોય તેવું જોવા નથી મળ્યું પણ દિવસને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે.અરવલ્લી જિલ્લામાં પહેલા કથિત સિંચાઈ વિભાગની કચેરી મળી હતી,ત્યારે હવે એક નકલી અધિકારી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.બાયડ તાલુકાના સાઠંબાના ઈન્દ્રામ પંથકમાં પોલીસની ટીમ રાયોટીંગના ગુનામાં તપાસ અર્થે ગઈ હતી. જોકે તે દરમિયાન પ્રકાશ ધીરજભાઈ નાઈએ પોતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકેની ઓળખાણ આપી હતી. એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ ઓળખકાર્ડ પણ બતાવી જણાવ્યું કે, તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ - 2022 થી રેવન્યુ વિભાગમાં એ.ડી.એમ. તરીકે ફરજ બજાવે છે.પોલીસને તેની વાત પર શંકા જતાં યોગ્ય તપાસ કરાવી હતી,જેમાં પ્રકાશ નાઈનો ભાંડો ફૂટી ગયો હતો.અને પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી હતી.
Latest Stories