અરવલ્લી : માઝૂમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદનો મામલો ઉગ્ર બન્યો, જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે પહોંચતા ગામલોકોમાં રોષ...

અમરાપુર ગામમાં ગામલોકોને જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા

New Update

માઝૂમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદનો મામલો ઉગ્ર બન્યો

Advertisment

અમરાપુર ગામે જાણ કર્યા વગર જમીન માપણી કરાતા વિરોધ થયો

વિવાદ મામલે 2 દિવસ પહેલા ગ્રામજનોની જળ સમાધિની ચીમકી

અરવલ્લી જિલ્લાના માઝૂમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. મોડાસાના અમરાપુર ગામમાં ગામલોકોને જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા હતા. જોકે, આ વિવાદ મામલે 2 દિવસ પહેલા પણ ગ્રામજનો દ્વારા જળ સમાધિની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમરાપુર ગામના વિસ્થાપિતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 5 લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલાઓ સહિત 50 જેટલા લોકોને નજર કેદ કરાયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગે સ્થાનિક મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, અમે વહેલી સવારે 4 વાગ્યે સૂતા હતા, અને ત્યાં જ 400 જેટલા પોલીસ જવાનો આવીને મારઝૂડ કરીને કેટલાક લોકોને ગાડીમાં બેસાડી દીધા હતા.

આ ઉપરાંત પોલીસે 5-5 વર્ષની છોકરીઓને લાફા માર્યા તેમજ 70 વર્ષની વૃદ્ધાને ધક્કા મારતા તે પણ બેહોશ થઇ હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે અન્ય સ્થાનિકે પણ જણાવ્યુ હતું કે, વર્ષ 2019માં કોર્ટ કમિશન નિમાયું હતુ. તે વખતે કોર્ટે લેખિતમાં આપ્યું હતું કે, ખેડૂતોને આટલા વર્ષનો કબજો છે. જે પછી કલેક્ટર દ્વારા અન્ય ગ્રામજનને જમીન ફાળવી દીધી, જ્યારે કબજો ભોગવટો અમારો હતો. 1952થી અત્યાર સુધી પાણી પત્રક પણ થયુ છે. અને અમે અસરગ્રસ્ત છીએ, ત્યારે કલેક્ટરે અમને લેખિતમાં આપ્યું છે.

જે પછીનો હુકમ આવ્યો તે તદન ખોટો હુકમ છે. આ ઉપરાંત પણ તેમણે જણાવ્યુ કે, આજે પોલીસ માપણી માટે, કબજો માટે આવ્યા તે રાતે કેમ આવ્યા એ પણ મોટો સવાલ છે. મળતી માહિતી પ્રમાણે, માઝૂમ જળાશયની વિસ્થાપિતોની જે જગ્યા છે, તેની ઉપર ગામલોકો 1952થી વાવણી કરતા હતા. તેવા સંજોગોમાં આ જગ્યા સ્થાનિક વ્યક્તિને આપી દેવામાં આવી છે. આ અંગે કોર્ટ દ્વારા આદેશ બાદ માપણી કરવામાં આવી તે જગ્યા પર વિરોધ કરવામાં આવતા ગામજનોને નજર કેદ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે.

Advertisment
Latest Stories