Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મોડાસામાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન વેપારીઓ જેસીબી સામે બેસી ગયાં

ટ્રાફિકનું નિરાકરણ લાવવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, પોલિસ અને પાલિકા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઇ

X

અરવલ્લી જિલ્લાના મોડાસામાં છાશવારે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પોલીસ અને નગરપાલિકા તરફથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાય હતી પણ શ્યામ સુંદર કોમ્પલેકસ ખાતે દિવાલ તોડવામાં આવતાં વેપારીઓએ જેસીબી સામે બેસી જઇ કામગીરી અટકાવી દીધી હતી. મોડાસા શહેરમાં ટ્રાફિકનું નિરાકરણ લાવવા પોલિસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. વહેલી સવારથી જ પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ડીવાયએસપી ભરત બસિયા અને મોડાસા ટાઉન પીઆઈ સહિત સર્કલ પીઆઈની ટીમ અને પાલિકાની ટીમ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીથી જુના બસ સ્ટેશન સુધી રસ્તા વચ્ચે પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યાં હતાં. ડ્રાઇવ દરમિયાન શ્યામ સુંદર કોમ્પલેક્ષ ખાતે વાહન પાર્ક કરવા પાલિકાએ દિવાલ તોડવા માટે જેસીબી બોલાવ્યું હતું. જેસીબી આવતાંની સાથે વેપારીઓ તેની સામે બેસી ગયાં હતાં અને કામગીરી અટકાવી દીધી હતી. પોલીસ અને પાલિકાના અધિકારીઓએ વેપારીઓને સમજાવી મામલો થાળે પાડયો હતો.

Next Story