Connect Gujarat
ગુજરાત

અર્શદીપ સિંહ : ટ્રોલર્સને જવાબ આપવા મેદાને સચિન તેંડુલકર, કહ્યું : દરેક ખેલાડી દેશ માટે રમે છે...

અર્શદીપે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં આસિફ અલીનો આસાન કેચ છોડ્યો હતો. 18મી ઓવરમાં અર્શદીપે રવિ બિશ્નોઈના બોલ પર આસિફનો કેચ છોડ્યો હતો

અર્શદીપ સિંહ : ટ્રોલર્સને જવાબ આપવા મેદાને સચિન તેંડુલકર, કહ્યું : દરેક ખેલાડી દેશ માટે રમે છે...
X

અર્શદીપે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં આસિફ અલીનો આસાન કેચ છોડ્યો હતો. 18મી ઓવરમાં અર્શદીપે રવિ બિશ્નોઈના બોલ પર આસિફનો કેચ છોડ્યો હતો, જ્યારે કેચ છોડાયો, ત્યારે આસિફ અલીએ ખાતું પણ ખોલ્યું ન હતું.

એશિયા કપ 2022ની સુપર-4 મેચમાં પાકિસ્તાન સામેની હાર બાદ સોશિયલ મીડિયા પર અર્શદીપ સિંહની ઘણી ટીકા થઈ રહી છે. તે જ સમયે, અર્શદીપના બચાવમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ સામે આવી રહ્યા છે. મંગળવારે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક, સચિન તેંડુલકર પણ અર્શદીપ સિંહના બચાવમાં આવ્યા હતા. તેણે ટ્વીટ કર્યું, 'દેશનું પ્રતિનિધિત્વ કરનાર દરેક એથ્લેટ પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે, અને હંમેશા દેશ માટે રમે છે. તેમને અમારા સતત સમર્થનની જરૂર છે, અને યાદ રાખો કે, રમત-ગમતમાં તમે કેટલીક મેચ જીતો છો, અને કેટલીક હારશો. ચાલો ક્રિકેટ કે, અન્ય કોઈપણ રમતને વ્યક્તિગત હુમલાઓથી મુક્ત રાખીએ. તેણે આગળ લખ્યું, '@arshdeepsingh સખત મહેનત કરતા રહો અને મેદાન પર પ્રદર્શન કરીને લોકોને શ્રેષ્ઠ જવાબો આપો. હું તમને અનુસરી રહ્યો છું. મારી શુભેચ્છાઓ વાસ્તવમાં અર્શદીપે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં આસિફ અલીનો આસાન કેચ છોડ્યો હતો. 18મી ઓવરમાં અર્શદીપે રવિ બિશ્નોઈના બોલ પર આસિફનો કેચ છોડ્યો હતો, જ્યારે કેચ છોડાયો ત્યારે આસિફ અલીએ ખાતું પણ ખોલ્યું ન હતું. જીવનદાન મળ્યા બાદ તેણે 8 બોલમાં 16 રન બનાવીને પાકિસ્તાનને જીત અપાવી હતી. મેચ પુરી થયા બાદ ઘણા લોકો અર્શદીપને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આ પહેલા ભારત-પાકિસ્તાન મેચ ખતમ થતાની સાથે જ પૂર્વ ભારતીય સ્પિનર હરભજનસિંહ અર્શદીપના સમર્થનમાં સામે આવી ટ્વિટર દ્વારા લોકોને અર્શદીપ વિશે વાહિયાત વાતો ન કરવાની અપીલ કરી હતી. આ સિવાય મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, આપણે બધા માણસ છીએ અને આપણે ભૂલો કરીએ છીએ. વિરાટ કોહલીએ વધુમાં કહ્યું, 'જ્યારે હું પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહ્યો હતો, ત્યારે મેં પાકિસ્તાન સામે શાહિદ આફ્રિદીના બોલ પર જવાબદાર શોટ રમ્યો હતો.

Next Story