Connect Gujarat
ગુજરાત

ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સહિતા લાગુ, ભરૂચ સહિત ઠેર ઠેર સરકારી બેનર અને પોસ્ટર ઉતારાયા

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચાર સહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં સરકારી જાહેરાતના બેનર અને પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા હતા

X

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચાર સહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં સરકારી જાહેરાતના બેનર અને પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે ત્યારે ભરૂચમાં શહરમાં સરકારી તમામ બેનર અને પોસ્ટર્સ હટાવવાણી કામગીરી શરૂ કરવામાં આવી છે.સરકારની જાહેરાતના બેનરો,પોસ્ટરોના દૂર કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થતાં જિલ્લામાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે નવા કોઇ વિકાસકામની જાહેરાત અને ખાતમુહૂર્ત પર પણ રોક લાગી છે.આ બાબતે ચૂંટણી પાંચ દ્વારા ખાસ તકેદારી રાખવામા આવી રહી છે અને મતદારો નિર્ભીક રીતે મતદાન કરી શકે એ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

તો આ તરફ નવસારીમાં પણ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલ સરકારી બેનર અને પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા. આદર્શ આચાર સહિતા લાગુ થતાની સાથે જ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે

Next Story