અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યા કેસમાં કટ્ટરવાદનો એન્ગલ સામે આવ્યો છે. કિશન ભરવાડની હત્યા બાદથી શરૂ થયેલો વિરોધ પ્રદર્શનોનો સિલસિલો યથાવત રહયો છે....
અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ નામના માલધારી યુવાનની હત્યાના કિસ્સાએ રાજયભરમાં ચકચાર જગાવી છે. કિશનની તારીખ 25મી જાન્યુઆરીના રોજ ગોળી મારી હત્યા કરાય હતી. હત્યા કેસમાં હાલ મૌલવી સહિત બે કટ્ટરવાદી યુવાનો પોલીસ હિરાસતમાં છે. કિશન ભરવાડના પરિવારને ન્યાય મળે તથા આરોપીઓને ફાંસીની સજા થાય તેવી હીંદુ સંગઠનો માંગણી કરી રહયાં છે. કિશનની હત્યા બાદથી રાજયભરમાં વિરોધ પ્રદર્શનો અને દેખાવો થઇ રહયાં છે જે હજી પણ ચાલુ જ રહયાં છે. અંકલેશ્વરના ગડખોલમાં મૃતક કિશનને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી...
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીમડી શહેરના બજારો બંધ રહયાં હતાં. માલધારી યુવાનની હત્યામાં પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે હીંદુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું. લીમડીના બજારોમાં દુકાનો બંધ જોવા મળી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
અમરેલીના જાફરાબાદમાં પણ રેલી યોજી તંત્ર વાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું...
ભાવનગરમાં પણ હીંદુ સંગઠનોના નેજા હેઠળ રેલી યોજી કટ્ટરવાદીઓનો વિરોધ કરાયો હતો.
વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાના એલ એન્ડ ટી સર્કલથી કલેકટર કચેરી સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. માલઘારી યુવાનના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ આગેવાનોએ કરી છે. તાપી અને જુનાગઢમાં પણ હીંદુ સંગઠનોએ દેખાવો યોજયાં હતાં.