થરાદના આજાવાડા ગામમાંથી કરૂણ ઘટના સામે આવી
2 બાળકો કેનાલ પર પાણી પીવા જતા સર્જાય દુર્ઘટના
પગ લસપતા બન્ને બાળકો કેનાલમાં થયા હતા ગરકાવ
કેનાલના પાણીમાં ગરકાવ થતાં બન્ને બાળકો મોતને ભેટ્યા
બન્ને બાળકોના મોતની દુઃખદ ઘટનાથી પરિવાર ભાંગી પડ્યો
બનાસકાંઠાના આજાવાડા ગામમાંથી કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં પાણી પીવા જતા પગ લસપતા 2 બાળકો કેનાલમાં ગરકાવ થતા મોતને ભેટ્યા હતા.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આજાવાડા ગામમાં પાણી પીવા જતા 2 બાળકો કેનાલમાં ડૂબી જતા મોત થયા છે. બન્ને બાળકો કેનાલમાં પાણી પીવા માટે ગયા હતા, તે સમયે અચાનક જ બન્ને બાળકોનો પગ લસપતા કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેના કારણે બન્ને બાળકોનું ડૂબી જવાથી મોત થયું છે. બનવાની જાણ થતાં જ થરાદ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં કેનાલમાંથી બન્ને બાળકોના મૃતદેહોને બહાર કાઢી થરાદ સરકારી હોસ્પિટલમાં PM અર્થે ખસેડવામાં આવ્યા હતા. થરાદ પોલીસે બંને મૃતદેહોનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક બન્ને આજાવાડા ગામના અરવિંદ ઠાકોર અને શૈલેષ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ ગામના અને એક જ સમાજના કુમળી વયના 2 બાળકોના મોત થતા પરિજનો અને સગા સંબંધીઓમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું.