-
થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આગ લાગવાની ઘટના
-
2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ
-
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
-
આગના પગલે ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા
-
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલ માર્કેટિંગ યાર્ડ સામે પટેલ ટ્રેડર્સ અને વૃંદાવન મશીનરી નામની 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ 2 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.