બનાસકાંઠા: પાલનપુરમાં ત્યક્તા યુવતીએ ઘર કંકાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું,પ્રેમી માટે બનાવ્યો વિડીયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના તાજપુરા વિસ્તારમાં 27 વર્ષીય પ્રેમમાં પાગલ યુવતીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

New Update
  • પાલનપુરમાં ત્યક્તા યુવતીનો આપઘાત

  • અંતિમ વિડીયો બનાવી જીવનલીલા સંકેલી

  • યુવતીએ પ્રેમીની માફી માંગી કર્યો આપઘાત

  • ઘરકંકાસથી કંટાળીને લીધો અંતિમ નિર્ણય 

  • વીડિયોમાં જણાવી સમગ્ર બાબત   

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના તાજપુરા વિસ્તારમાં 27 વર્ષીય પ્રેમમાં પાગલ યુવતીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવતી સ્પષ્ટપણે કહી રહી છે કે ઘર અને કંકાસથી કંટાળીને અંતિમ પગલું ભરી રહી છે.પોતાના પ્રેમીને ખુશ રહીને અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું પણ જણાવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય ત્યક્તા રાધા કે જે હાલમાં બ્યુટી પાર્લર ચલાવતી હતીસાત વર્ષ અગાઉ તેના સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થઇ ગયા હતા.જોકે પતિ સાથે મનમેળ ન હોવાથી તેને છૂટાછેડા લઇ લીધા હતા.

યુવતીએ આત્મહત્યા પહેલા વીડિયો બનાવ્યો હતો.જેમાં તે પોતાના પ્રેમીની માફી માંગતી જોવા મળી છે.અને પ્રેમીને અન્ય યુવતી સાથે લગ્ન કરીને ખુશ રહેવા માટે વિનંતી કરે છે,જ્યારે પોતે ઘર કંકાસથી કંટાળી જઈને અંતિમ પગલું ભરી રહી હોવાનું જાણવી રહી છે.અને ત્યાર બાદ રાધાએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખી હતી.હાલ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.મૃતક યુવતીના મોબાઈલ માંથી યુવક સાથેની વાતચીતનું કોલ રેકોર્ડિંગ અને વિડીયો મળી આવ્યા હોવાથી પોલીસે યુવતીનો મોબાઇલ કબજે કરી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: વાગરાના કડોદરા ગામે કોંગ્રેસે કરી જનતા રેડ, મનરેગા કૌભાંડને ઉજાગર કર્યાનો દાવો

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસની જનતા રેડ

  • વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરાય

  • વધુ એક મનરેગા કૌભાંડ ઉજાગર કરાયાનો દાવો

  • ખોટા જોબ કાર્ડ બનાવી મજૂરી ચૂકવાઈ હોવાનો આરોપ

  • ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા તજવીજ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા  કડોદરા ગામે જનતા રેડ કરાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પંચાયતના સભ્યો અને ગ્રામજનો સાથે મંગળવારે જનતા રેડ કરી હતી. જેમાં કડોદરા પંચાયત ભવન ખાતે મનરેગા યોજનાના કામોમાં JCB અને મશીનરીથી કામગીરી કરી, મજૂરોના નામે ફર્જી પેમેન્ટ બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયા. 
બિલો ઓવરએસ્ટીમેટ કરી, ગ્રામ્ય તંત્રના તાંત્રિક અધિકારીઓ અને આયોજકોએ મંજુરી આપી હોવાનો આરોપ લગાવાયો હતો. આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મનરેગા જેવી મજુરોની યોજનામાં ભ્રષ્ટાચારની સાંકળ તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે. જો યોગ્ય તપાસ ન થાય તો ભવિષ્યમાં આક્રમક આંદોલન થશે.કોંગ્રેસે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી, વિજિલન્સ અને કલેકટરને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી છે.