બનાસકાંઠા : પડતર પ્રશ્ને આંગણવાડી બહેનોએ મામલતદાર કચેરી ગજવી મુકી, રાત-દિવસ ધરણાં પર બેસવાની ચીમકી...

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની આંગણવાડી તેમજ તેડાગર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓના મુદ્દે મામલતદાર કચેરીને ગજવી મુકી હતી.

New Update

Advertisment

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કાર્યરત 200 જેટલી આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પડતર માંગોને લઈ વિરોધ નોંધાવવા માટે પહોચી હતી, જ્યાં 200થી વધુ બહેનોએ થાળી-વેલણ વગાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. છેલ્લા 4 દિવસથી આંગણવાડી વર્કરો દ્વારા હડતાળ અને ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં નહીં આવે તો રાત-દિવસ ધરણાં પર બેસવાની આંગણવાડીની બહેનોએ ચીમકી ઉચ્ચારી છે.

Advertisment