બનાસકાંઠા: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સગીરા બની સામુહિક દુષ્કર્મનો ભોગ, પોલીસ નો તપાસનો ધમધમાટ

બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સગીરા પર ગેંગરેપની ચોકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

New Update
Advertisment
  • માઁ ના ધામમાં જ દીકરીની લાજ લૂંટાઈ 

  • સગીરા બની સામુહિક દુષ્કર્મનો ભોગ 

  • પરિચિત વ્યક્તિએ જ અન્યો સાથે મળીને આચર્યું દુષ્કર્મ 

  • યુવતીને અર્ધબેભાન અવસ્થામાં છોડીને નરાધમો પલાયન 

  • પોલીસે સામુહિક દુષ્કર્મની ફરિયાદ દર્જ કરી શરૂ કરી તપાસ  

Advertisment
બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સગીરા પર ગેંગરેપની ચોકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સગીરા સાથે 6 નરાધમોએ દુષ્કર્મ ગુજારી અર્ધબેભાન અવસ્થામાં છોડી નાસી ગયા હતા.ભોગ બનનાર સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સગીરા મોટા પપ્પાના ઘરે જઈ રહી હતી,તે દરમિયાન પરિચિત વ્યક્તિએ બાઈક પર બેસાડી હતી અને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તકનો લાભ લઈને 6 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.જે બાદ તેઓ સગીરાને અર્ધ બેભાન અવસ્થામાં છોડીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.સગીરા બૂમો ન પાડે તે માટે તેના મોઢામાં ડૂચો લગાવી દીધો હતો અને સગીરા સાથે બળજબરી પૂર્વક છ નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ સગીરાની માતાએ નોંધાવી છે.
સગીરાની માતાએ ફરિયાદમાં ઘોડા ટાંકણીના એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે.જે સગીરાને બાઈક પર બેસાડી છાપરી રોડ પર લઈ ગયો હતો.પીડિત સગીરાની માતાની ફરિયાદ બાદ અંબાજી પોલીસ પણ દોડતી થઈ ગઈ છે,હાલમાં અંબાજી પોલીસે સગીરાનુ મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરૂ કરીને દુષ્કર્મ ગુજારનાર નરાધમ શખ્સોને વહેલી તકે ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. 
Latest Stories