બનાસકાંઠા : કોલેજની વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરીને દોઢ વર્ષ સુધી સાત નરાધમો આચરતા રહ્યા દુષ્કર્મ,પોલીસે એક આરોપીની કરી ધરપકડ

બનાસકાંઠામાં વિદ્યાર્થીનીનો નગ્ન વિડીયો બનાવીને તેને બ્લેકમેલિંગ કરીને સાત નરાધમ મિત્રોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.

New Update
  • વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો

  • સોશિયલ મીડિયાની મિત્રતા યુવતી માટે બની દુઃખદ

  • યુવકે નગ્ન વિડીયો બનાવી યુવતીને કરતો બ્લેકમેલ

  • સાત નરાધમો દોઢ વર્ષથી આચરતા હતા દુષ્કર્મ

  • પોલીસે એક નરાધમની કરી ધરપકડ  

Advertisment

બનાસકાંઠામાં વિદ્યાર્થીનીનો નગ્ન વિડીયો બનાવીને તેને બ્લેકમેલિંગ કરીને સાત નરાધમ મિત્રોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હાલ એકની અટકાયત કરીને છ લોકોને ઝડપી લેવા માટેની કવાયત શરૂ કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી તેનો નગ્ન વિડીયો બનાવવામાં આવ્યો હતો.ત્યાર બાદ આ નગ્ન વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરી અલગ અલગ મિત્રો ભોગ બનનાર વિદ્યાર્થીની પાસે જઈ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. અવાર નવાર વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાનો ડર બતાવી બ્લેકમેલિંગ કરી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

છેલ્લા ઘણા સમયથી હવસખોરોનો ભોગ બનેલી આ વિદ્યાર્થીની અંદરો અંદર ખૂબ જ વેદના સહન કરતી હતી પરંતુ ના તો માતા પિતાને તે પોતાની વેદના જણાવી શકી અને ના તો કોઈ અન્ય પરિજનને પોતાની દિલની વાત કહી શકી. અને આખરે ભોગ બનનાર વિદ્યાર્થીનીએ આ હવસખોરોના તાબે ન થવા માટેનું મન તો મક્કમ બનાવી લીધું પરંતુ તેને એ ખબર ન હતી કે આ નરાધમો તેનો પીછો નહીં છોડે અને છેવટે જેનો ડર હતો તે જ બન્યું અને આ વિદ્યાર્થીનીનો નગ્ન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો હતો.

જે વાત વિદ્યાર્થીની પોતાના પિતાને કે પરિવારને જણાવી ના શકી તે આ વાયરલ વિડીયોના કારણે આખા જ સમાજમાં ચર્ચાનો વિષય બની ગયો અને આખરે આ વાત પહોંચી વિદ્યાર્થીનીના પિતા સુધી અને પિતાએ આ વિડીયો ડીલીટ કરવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ વિડીયો ડીલીટ ન કરાતા પિતાએ પોલીસનો સહારો લીધો અને આખરે પોલીસની હૈયા ધારણા અને આવા ગંભીર બનાવવામાં પોલીસ દ્વારા સહયોગ આપવાની ખાતરી આપતા પિતાએ સાત લોકો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ બાદ એક નરાધમની ધરપકડ કરી છે,જ્યારે અન્ય છ આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

 

Advertisment
Latest Stories