બનાસકાંઠા : બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની સતત ત્રીજી ટર્મ માટે બિનહરીફ વરણી, વાઇસ ચેરમેન પદે ભાવા રબારી...

બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની સતત ત્રીજી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવતા સમર્થકો સહિત શુભેચ્છકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

New Update
  • પશુપાલકો-ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ ડેરી

  • બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી

  • સતત ત્રીજી ટર્મમાં શંકર ચૌધરીની બિનહરીફ વરણી

  • ડેરીના વાઇસ ચેરમેન પદે ભાવા રબારીની વરણી

  • સમર્થકો સહિત શુભેચ્છકોમાં ઉત્સાહનો માહોલ છવાયો

એશિયાની સોથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની સતત ત્રીજી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવતા સમર્થકો સહિત શુભેચ્છકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ ડેરીના ચેરમેન પદની વરણી પહેલા 16 ડિરેક્ટરોની બેઠક યોજાય હતી. જેમાં બનાસ ડેરીના નિયામક મંડળે શંકર ચૌધરીના નામ પર પસંદગીની મહોર મારી છે. શંકર ચૌધરી વર્ષ 2015 ત્યારબાદ 2020 અને હવે 2025ની આ ત્રીજી ટર્મમાં બિનહરીફ વિજેતા થયા છેત્યારે બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની ત્રીજી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવી છેજ્યારે ડેરીના વાઇસ ચેરમેન પદે ભાવા રબારીની વરણી કરવામાં આવતા તેઓના સમર્થકો સહિત શુભેચ્છકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કેબનાસ ડેરીના નિયામક મંડળની આ વખતની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી. તેવામાં શંકર ચૌધરીની પુન: બિનહરીફ વરણી થતાં બનાસકાંઠા જિલ્લામાં હર્ષની લાગણી પ્રસરાઈ છે. આ પ્રસંગે બનાસ ડેરી ખાતે ઉપસ્થિત દૂધ ઉત્પાદકોસહકારી આગેવાનો અને સમાજિક આગેવાનો સહિતના સમર્થકોએ નવા વરાયેલા ચેરમેન શંકર ચૌધરી અને વાઈસ ચેરમેન ભાવા રબારીને શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories