બનાસકાંઠા: અંબાજી નજીક ત્રણ ખાનગી બસ પર પથ્થરમારાથી યાત્રિકો ભયભીત,બસના કાચ તૂટ્યા

બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.જેના કારણે બસમાં સવાર યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

New Update
Advertisment
  • અંબાજી નજીક બસ પર પથ્થરમારો

  • ત્રણ ખાનગી બસ પર થયો પથ્થરમારો

  • યાત્રિકોનો આબાદ બચાવ

  • પથ્થરમારામાં બસના તૂટ્યા કાચ

  • પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

Advertisment

બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.જેના કારણે બસમાં સવાર યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.અસામાજિક તત્વો દ્વારા લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના પાનસા ગામ નજીક ગતરાત્રે અંબાજીથી મહેસાણા જતી 3 લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો હતો. ભક્તો માતાજીનાં દર્શન કરીને પરત જતા હતા તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. કેટલાક અસામાજિક તત્ત્વોએ બસના આગળના કાચને પણ તોડી નાખ્યા હતા. આ ઘટનામાં સદનસીબે તમામ યાત્રિકોનો આબાદ બચાવ થયો છે.

આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.અને પોલીસ દ્વારા ઘટર્નાનાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.સર્જાયેલી ઘટનાને પગલે યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો,અને પોલીસ દ્વારા વધુ ધનિષ્ટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ યાત્રિકોમાં ઉઠવા પામી છે.

Latest Stories