-
યાત્રાધામ અંબાજીમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો
-
દિવાળી દરમ્યાન યાત્રાધામ અંબાજીનો ભંડાર છલકાયો
-
તહેવારો બાદ 3 વાર અંબાજી મંદિરનો ભંડાર ખોલાયો
-
CCTVની નજરમાં 70થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાયા
-
રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું પણ દાન આવ્યું
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો છે, જ્યાં મંદિરનો ભંડાર છલકાતા રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું છે.
શક્તિ અને ભક્તિ માટે જાણીતુ માઁ અંબાજીનું મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠા જીલ્લામાં આવેલુ છે. અહીં માતાના દર્શને આવેલા શ્રદ્વાણુઓએ માતાજીનો ભંડારો છલકાવી દીધો છે. દિવાળીના તહેવારો તેમજ દેવ દિવાળી બાદ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શને ઉમટ્યા હતા. દીવાળીની સીઝનમાં અલગ-અલગ 3 વાર ભંડારા ખોલવામાં આવ્યા હતા. CCTVની નજરમાં 70થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાયા હતા. આ ભંડારની ગણતરી કરતા મંદિરને કરોડો રૂપિયાનું દાન મળ્યુ છે. દિવાળી બાદના પ્રથમ ભંડારની પ્રથમ ગણતરીની વાત કરીએ તો રૂ. 64 લાખની આવક થઇ છે. બીજા ભંડારાની ગણતરીમાં રૂ. 52 લાખની આવક, જ્યારે ત્રીજા ભંડારાની ગણતરીમાં અંદાજે રૂ. 45થી 50 લાખની થઈ છે. આવક કુલ રૂ. 1.65 કરોડોની રોકડ આવક સાથે સોના-ચાંદીનું પણ દાન આપવામાં આવ્યું હતું. જોકે, આ ઉપરાંતના દિવસોમાં ભંડારની આવક ઓછી હોવાનું અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યુ હતું.