Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ભાજપમાં ભળી લોકસભા લડવા સાંસદ મનસુખ વસાવાએ ઓફર કરી હોવાનું AAPના MLA ચૈતર વસાવાનું નિવેદન

X

ભરૂચ લોકસભામાં સંગઠન રચનાને લઈ AAPની બેઠક

લોકસભાની ચૂંટણી INDIA vs NDA હશે : ચૈતર વસાવા

ક્યારેય આમ આદમી પાર્ટી નહીં છોડું : ચૈતર વસાવા

લોકસભા 2024ની ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે, ત્યારે આજરોજ ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા સંગઠનની રચના કરવા માટે બેઠક મળી હતી. જેમાં આપ સ્થાનિક પ્રશ્નો લઈ 17 લાખ પ્રજા વચ્ચે જવાનો અને આગામી સમયમાં પોતાના કાર્યાલય શરૂ કરવાની માહિતી અપાઈ હતી. ગુજરાતમાં કોંગ્રેસ સાથે આપ ગઠબંધનમાં લોકસભા બેઠકોની વહેચણી કરશે.

ભરૂચ, દાહોદ, બારડોલી, જામનગર, વલસાડ, પંચમહાલ અને છોટાઉદેપુર બેઠક માટે આપ દાવેદારી નોંધવશે. સમગ્ર દેશની જનતાની ભાવના અને લાગણીને લઈ વિપક્ષી 26 પક્ષોનું ગઠબંધન કરાયું છે. લોકસભા 2024ની ચૂંટણી INDIA વર્સીસ NDA હશે, ત્યારે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ તેઓ ક્યારેય આમ આદમી પાર્ટી છોડે નહીં અને ભાજપમાં નહીં જોડાવવાનો મત વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેઓએ દાવો કર્યો હતો કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને અન્ય ભાજપના પ્રદેશ નેતાઓએ વિધાનસભા-2022 અને ત્યારબાદ પણ લોકસભા 2024 માટે ભાજપમાં જોડાઈ જવા પ્રસ્તાવ મુક્યો હતો.

Next Story