Connect Gujarat
ગુજરાત

પશુ માટે ફરજિયાત લાયસન્સના કાયદાનો વિરોધ, ભરૂચ અને વડોદરાના પશુપાલકોએ પાઠવ્યું આવેદન

હવે, રાજ્યમાં પશુપાલકોએ ફરજિયાત લાયન્સસ લેવાના ગુજરાત વિધાનસભા સત્રના બિલ સામે માલધારી સમાજ દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે

X

હવે, રાજ્યમાં પશુપાલકોએ ફરજિયાત લાયન્સસ લેવાના ગુજરાત વિધાનસભા સત્રના બિલ સામે માલધારી સમાજ દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે, ત્યારે ભરૂચ અને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું.

હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભા સત્રમાં શહેરી વિસ્તારમાં ઢોરોને નિયંત્રણમાં લેવા તથા પશુ રાખવા તેમજ પકડાયેલા પશુઓના માલિકને દંડ અને સજાની જોગવાઈ સંદર્ભે 2 બિલ પસાર કરવામાં આવનાર છે, ત્યારે આ ફરજીયાત લાયન્સસ માટેના બિલના વિરોધમાં ભરૂચ જિલ્લા ગોપાલક માલધારી સમાજ મેદાને આવ્યું છે. ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી આ કાયદો મુલતવી રાખવા માંગ કરાય હતી. ગુજરાત માલધારી મહાપંચાયતના જણાવ્યા અનુસાર, કોરોનાના કપરા કાળ દરમિયાન પણ આ સમાજ દ્વારા અનેક સેવા પ્રવૃત્તિઓ તેમજ લોકોને દૂધ પહોંચાડવાનું કામ દિવસ રાત એક કરી ભાવ વધારો કર્યા વગર થયું છે, ત્યારે આ કાયદાથી માલધારી સમાજમાં આક્રોશ ફેલાયો છે. આથી આ કાયદો મુલતવી રાખવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

તો બીજી તરફ, વડોદરા ખાતે પણ પશુપાલક અને માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી માલધારી વિરોધી બિલ પરત ખેંચવાની માંગ કરાય હતી. રખડતા ઢોરને નિયંત્રણ માટે ફરજિયાત લાયસન્સ અને રઝળતા પકડાયેલા પશુઓના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામાં આવ્યું છે. જેનો સમગ્ર પશુપાલક વર્ગ અને માલધારી સમાજ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. વડોદરા જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં પણ ભાવ વધારા વગર પશુપાલકોએ દૂધ આપ્યું છે. ગુજરાતની શ્વેત ક્રાંતિમાં પશુપાલક અને માલધારી સમાજ મહત્વનો પાસો છે. જેથી તાત્કાલિક ધોરણે બિલ પરત ખેંચવા પશુપાલકોએ માંગ કરી હતી.

Next Story