ભરૂચ: અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ ફ્લાય ઓવર બ્રિજનું આવતીકાલે વર્ચ્યુઅલ લોકાર્પણ

વાહન ચાલકો માટે રાહતના સમાચાર. અંકલેશ્વરની સુરવાડી રેલવે ફાટક પર બનેલ ઓવરબ્રિજનું થશે લોકાર્પણ

ભરૂચ: અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ ફ્લાય ઓવર બ્રિજનું આવતીકાલે વર્ચ્યુઅલ લોકાર્પણ
New Update

અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટિયાને જોડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ બ્રિજનું ઈ લોકાર્પણ ગુરુવારના રોજ કરાશે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બ્રિજ ખુલ્લો મુકશે.

અંકલેશ્વર શહેર તરફથી જુના નેશનલ હાઈવે નંબર ૮ ને જોડતા માર્ગ સુધી સુરવાડી રેલ્વે ફાટક ઉપર નવા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાહનચાલકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ બ્રિજની માંગ ઉઠતા વર્ષ ૨૦૧૬ લમાં તેને પ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી. અને ત્યારે બાદ ૫ વર્ષે આ બ્રિજનું એક નિર્માણ પૂર્ણ થયું છે જો કે જુના નેશનલ હાઈવે નંબર ૮ ઉપર એક તરફ નો ભાગ નિર્માણ કરવાનો બાકી છે.

પરંતુ ભરૂચ તરફ જવાનો માર્ગ પૂર્ણ થઇ જતા તેનું ઈ લોકાર્પણ કરી દેવામાં આવશે. ગુરુવારે સવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે તેનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. ૧૦૪.૮૬ કરોડના ખર્ચે આ બ્રીજ નિર્માણ પામ્યો છે. ત્યારે આ બ્રીજ ખુલ્લો મુકાતા વાહનચાલકોનો સમય હવે ફાટક ઉપર નહિ વેડફાય. ઈ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સંસદ મનસુખ વસવા,ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

#Bharuch #Connect Gujarat #Ankleshwar News #Bharuch News #Bharuch-Ankleshwar #Ankleshwar bridge #Beyond Just News #flyover bridge #Virtual Opening
Here are a few more articles:
Read the Next Article