Connect Gujarat
ગુજરાત

ભરૂચ: આમોદ કાંકરીયા ગામે ધર્માંતરણના ષડ્યંત્રનો થયો પર્દાફાશ, વિદેશમાંથી આવતું હતું ફંડિંગ

X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા કાંકરીયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં ધાર્મિક કટ્ટરવાદીઓ વિરૂધ્ધ ભરૂચ જિલ્લા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આમોદના કાંકરીયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેર કાયદેસર રીતે ધર્માંતરણ કરાવવા તેમજ મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડીંગ ભેગુ કરી ધર્માંતરણની અસામાજીક પ્રવૃતિ ચાલતી હોવાનું સામે આવ્યું છે.

ભરૂચ જિલ્લાના કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાનુ બિડુ ઝડપી, કાંકરીયા ગામના વસાવા હિન્દુ લોકોના 37 જેટલા કુટુંબોના 100થી વધારે લોકોને લોભ-લાલચ આપી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાની અસામાજીક પ્રવૃતિ ચલાવતા હતા. તેમાં અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં ભરૂચ જિલ્લાના નબીપુરના વતની અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલનાએ વિદેશમાંથી ફંડ ઉભુ કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવીને તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મપરિવર્તન કરાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કાંકરીયા ગામના એક જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવીને આ અંગે ફરીયાદ કરતાં ગેરકાયદેસર ધર્મપરિવર્તન કરાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમા સહાય કરતા 9 જેટલા ઈસમો વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story