Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે 3 જુગારધામ પર પાડ્યા દરોડા, 12 જુગારી ઝડપાયા

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે 3 જુગારધામ પર પાડ્યા દરોડા, 12 જુગારી ઝડપાયા
X

ભરૂચ LCB પોલીસ ટીમે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. જેમાં 3 જેટલા જુગારધામ પર દરોડા પાડી કુલ કિંમત રૂપિયા 51 હજારથી વધુના મુદ્દામાલ સાથે 12 જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જીલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગારની બદીઓને ડામવા પોલીસ સ્ટાફના માણસોને આસકરક કામગીરી કરવા માટે સૂચના આપેલ હતી, ત્યારે આપેલ સૂચનાના આધારે ભરૂચ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોની રચના કરી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.





ભરૂચ LCB પોલીસે ફુરજા વિસ્તારમાં ચાલતા આંક-ફરકના સટ્ટા બેટિંગના જુગારધામ પર દરોડા પાડી 3 જુગારી સહિત રૂપિયા 15 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક જુગારધામ નબીપુર નજીક આવેલ ઝંઘાર ગામે ખેતરની ખુલ્લી જગ્યામાં ચાલતું હોવાનું LCB પોલીસને જાણવા મળ્યું હતું, ત્યારે પોલીસે બાતમીના આધારે સ્થળ પર દરોડા પાડી પાના પત્તાનો જુગાર રમતા 5 જુગારીઓને રૂપિયા 30 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તો સાથે જ પાલેજ નજીક પણ આંક-ફરકના સટ્ટા બેટિંગના જુગારધામ પર પોલીસે દરોડા પાડી 2 જુગારીઓને રૂપિયા 5 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ ત્રણેય દરોડામાં ભરૂચ LCB પોલીસના હાથે કુલ 12 જુગારીઓ ઝડપાયા છે, જ્યારે કુલ કિંમત રૂપિયા 51 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જે તે પોલીસ મથકને આગળની કાર્યવાહી સોંપવામાં આવી છે.

Next Story