Connect Gujarat
ગુજરાત

ભરૂચ: બિહારથી પિસ્તોલ અને કારતૂસનો જથ્થો લવાયો, જુઓ આરોપીનો શું હતો પ્લાન

બિહારથી હથિયારનો જથ્થો ભરૂચ લવાયો. પોલીસે રૂપિયા 61 હજારથી વધુની કિમતના હથિયાર કબ્જે કર્યા.

X

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દેરોલ ચોકડી નજીકથી પિસ્તોલ અને કારતૂસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી બિહારથી હથિયાર લાવી ભરૂચ આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સંવેદનશીલ ગણાતા ભરૂચમાંથી ફરી એકવાર હથિયાર સાથે એક આરોપી ઝડપાયો છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટિમને બાતમી મળી હતી કે એક શખ્સ હથિયારના જથ્થા સાથે ફરી રહ્યો છે જેના આધારે પોલીસે દેરોલ ચોકડી નજીક વોચ ગોઠવી હતી આ દરમ્યાન એક શખ્સ ટ્રાવેલિંગ બેગ સાથે આવતા તેને રોકી બેગની તપાસ કરવામાં આવતા બેગમાંથી હથિયાર મળી આવ્યા હતા. પોલીસને બેગમાંથી 2 પિસ્તોલ,ખાલી મેગ્જિન અને 19 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ઝડપાયેલ આરોપી સેરાજ અન્સારીની પૂછતાછ કરતાં તે હાલ આમોદની એકતાગ્રીન સોસાયટીમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.

આરોપી મૂળ બિહારનો છે અને બિહારથી જ તે આ હથિયારો લાવ્યો હતો. આરોપી મલેશિયા પણ રહી આવ્યો છે અને દેશના વિવિધ રાજ્યોમાં ફરી ભરૂચ આવ્યો હતો ત્યારે તે આ હથિયારનો જથ્થો ભરૂચમાં કોને આપવાનો હતો એ સહિતના પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ રથયાત્રા સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લો ગેરકાયદેસર હથિયાર મુક્ત બને એ માટે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામા આવી હતી જેમાં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે.

Next Story