Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં જંબુસર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ

X

ભરૂચ જિલ્લાના જંબુસર એપીએમસી હૉલ ખાતે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ હતી.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજરોજ ભરૂચના જંબુસર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં જંબુસર APMC હૉલ ખાતે તેમના અધ્યક્ષ સ્થાને જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક મળી હતી. બેઠકમાં જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણા, સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ, પ્રભુદાસ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ જાવિદ મલેક, નગરપાલિકા વિરોધ પક્ષ નેતા સાકીર મલેક સહિત શહેર અને તાલુકાનાં કોંગી આગેવાનો અને કાર્યકરો બેઠકમાં જોડાયા હતા. પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, "ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. મોંઘવારીનો ભાર દિનપ્રતિદિન વધતો જાય છે અને બેરોજગારી પણ વધી રહી છે. તેમજ લોકોની સમસ્યાના સમાધાન માટે કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં જનસેવક બનીને આંદોલનને આક્રમકતાથી આગળ ધપાવશે." તેમ પણ જણાવ્યુ હતું. બેઠક બાદ પરેશ ધાનાણી કંબોઇ ખાતે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમને વિશેષ પૂજા અર્ચના કરી હતી.

Next Story