Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જંબુસરના કનગામની માઇનોર કેનાલમાં પડ્યા ગાબડાં, યોગ્ય રિપેરિંગ કામ નહીં થતાં ખેડૂતોને ભારે હાલાકી

નર્મદા નિગમના કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતો, ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મેળવવામાં પડે છે ઘણી તકલીફ.

X

જિલ્લાના જંબુસર તાલુકાના કનગામની માઇનોર કેનાલનું યોગ્ય રિપેરિંગ કામ નહીં કરાતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

જંબુસર તાલુકાના કનગામની સીમમાં આવેલ નર્મદા માઇનોર કેનાલ 1-2-3માં છેલ્લા ઘણા વર્ષોથી સમારકામનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી, ત્યારે આ મામલે ગામના આગેવાનો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી યોગ્ય નિરાકરણ ન આવતા ધરતીપુત્રોને ભારે હાલાકી પડી રહી છે. નર્મદા નિગમના કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ ખેડૂતોને બનવું પડે છે. વર્ષોથી આ કેનાલમાં પાણી આવ્યું નથી. માઇનોર કેનાલની હાલત અત્યંત બિસ્માર છે અને ઠેર ઠેર ગાબડાં પણ પડી રહ્યા છે, ત્યારે ખેડૂતોની આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Next Story