ભરૂચ: મહોરમના તહેવારને અનુલક્ષી ઉમલ્લા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

મોહરમ પર્વ કોમી એકતાની ભાવના સાથે સોહાર્દ ભર્યા વાતાવરણમાં તેમજ કોમી એખલાસ સાથે ઉજવણી કરવા ખાસ અપીલ

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત બેઠકમાં ઈન્દોર,પાણેથા,અશા,વેલુગામ,સંજાલી અને ઉમલ્લા ગામના મુસ્લીમ આગેવાનો હાજર રહયાં હતાં.ઉમલ્લા પોલીસ મથકના મહીલા પી.એસ.આઇ.વિ.આર. ઠુમ્મર દ્વારા મુસ્લિમ આગેવાનોને મહોરમના તહેવાર નિમિત્તે ઝુલુસનું આયોજન ન કરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી વધુ ભીડ એકઠી ન કરવા અને સરકારની ગાઈડલાઈન મુજબ તહેવારની ઉજવણી કરવા સૂચનો કરવામાં આવ્યાં હતાં. મોહરમ પર્વ કોમી એકતાની ભાવના સાથે સોહાર્દ ભર્યા વાતાવરણમાં તેમજ કોમી એખલાસ સાથે ઉજવણી કરવા ખાસ અપીલ કરી હતી. મુસ્લિમ આગેવાનો દ્વારા પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાત્રી આપવામાં આવી હતી

Advertisment