Connect Gujarat
ગુજરાત

ભરૂચ: પ્રદેશ ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકા સરવડાએ મુલાકાત લીધી

ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકા સરવડા ભરૂચના મહેમાન, સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત શુભેરછા મુલાકાત લીધી.

X

સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.દીપિકા સરડવાએ ભરૂચની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્ક ખાતે ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા પ્રથમ મહિલા સંમેલન યોજાયું હતું,

"સેવા હી સંગઠન" અંતર્ગત યોજાયેલ પ્રથમ મહિલા સંમેલનમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓ માટે બે મિનિટનું મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પી હતી,ત્યારબાદ કોરોના વોરિયર્સ એવી નર્સ બહેનોનું તેમજ સ્મશાનમાં સેવા આપતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું સાથે શ્રમજીવી બહેનોને અનાજની કીટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.દીપિકા સરવડા, ભરૂચ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કામિનીબેન પંચાલ,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિત ભરૂચ જિલ્લાની મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી.

Next Story
Share it