ભરૂચ જિલ્લાના પાલેજ વાયા ટંકારીયા-હિંગલ્લા માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ટંકારીયા માર્ગ પર આસપાસના ગ્રામજનોએ એકત્ર થઇ તંત્ર વિરૂધ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ભરૂચ જિલ્લાના પાલેજ વાયા ટંકારીયા થઇ ભરૂચ તરફ જતો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં થઇ જતા વાહનચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. માર્ગ બિસ્માર બનતા ગ્રામજનોએ ટંકારીયા માર્ગ નજીક એકત્ર થઈ તંત્ર વિરૂધ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ટંકારિયા ગામના યુવા કોંગી કાર્યકર અફજલ ઘીડીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 11 વર્ષથી આ માર્ગ બન્યો નથી. તેમજ માર્ગના કામ અર્થે સંબંધિત અધિકારીઓને પણ વારંવાર રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી આ મામલે કોઈ નિરાકરણ આવ્યું નથી. જો આ માર્ગનું વહેલીતકે બનાવવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા જલદ કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.