Connect Gujarat
ગુજરાત

ભરૂચ: લાઇટ ડીઝલ ઓઇલમાંથી બાયોડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની કાર્યવાહી, લાઇટ ડીઝલ ઓઇલમાંથી બાયો ડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું.

X

ભરૂચ જીઆઈડીસીમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે લાઇટ ડીઝલ ઓઇલમાંથી બાયો ડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડી રૂપિયા 28 લાખથી વધુના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઓદ્યોગીક નગરી ભરૂચમાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલ બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપને બાતમી મળી હતી કે ભરૂચ જીઆઈડીસીમાં આવેલ આર.કે.સ્ટીલ કંપનીનો પ્લોટ ભાડે રાખી રાખી એકતા એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા લાઈટ ડિઝલ ઓઈલ નામનુ પ્રવાહી લાવી તેનું બાયોડિઝલમાં રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે જેના આધારે પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓએ દરોડા પાડતા ટેન્કર નંબર GJ - 12 - AT 856માં લાઇટ ડીઝલ મળી આવ્યું હતું. કંપનીમાં રહેલ ઈસમોની પૂછપરછ કરવામાં આવતા આ જથ્થો રાજકોટથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

કંપનીના શેડમાં તંત્રની કોઈ પણ મજૂરી વગર લાઇટ ડીઝલને બાયોડિઝલમાં રૂપાંતરિત કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું અને જવલનશીલ પદાર્થ હોવા છતા સુરક્ષા તેમજ સલામતીના કોઈ પગલાં ભરવામાં આવતા ન હતા.પોલીસે આરોપી વજુ ડાંગર તેમજ એકતા એન્ટરપ્રાઇઝના માલીક મુનાફ મેમણ વિરુધ્ધ ગુનો નોંધી રૂપિયા 13 લાખનું જ્વલનશીલ પ્રવાહી તેમજ ટેન્કર સહિત કુલ રૂપિયા 28.2 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story