/connect-gujarat/media/post_banners/fab12715d27537fae029f7dd808cc8f93e0cdb5e91e30740a780b36a2cab852e.jpg)
દહેજ પંથકમાં આવેલા વેલ્સપન કંપનીએ કામદારોને ટ્રાન્સફર લેટર આપતા મામલો ગરમાયો છે. દહેજના જોલવા સ્થિત વેલ્સપન કંપનીના મોટા ભાગના કામદારોને ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેતા કામદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓની રોજીરોટીનો પ્રશ્ન સર્જાતા ગુજરાત કામદાર યુનિયન અને દહેજ ઔધોગિક કામદાર સંઘ બંનેએ ભેગા મળી જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવતા કર્મચારીઓ ગિન્નાયા હતા અને કંપનીના કાયમી કામદારોને છુટા કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનો યુનિયનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આજરોજ ગુજરાત કામદાર યુનિયન અને દહેજ ઔધોગિક કામદાર સંઘ દ્વારા ભરૂચ ખાતે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી તેઓના હકની માંગ કરવામાં આવી છે.