Connect Gujarat
ગુજરાત

ભરૂચ: Tribute To Golden Bridge, "હું ગોલ્ડન બ્રિજ "

દક્ષિણ અને મધ્ય ગુજરાતને જોડવા માટે મહત્વની કડી સમાન ગોલ્ડનબ્રિજ સૂમસામ ભાસી રહ્યો છે.

X

દક્ષિણ અને મધ્ય ગુજરાતને જોડવા માટે મહત્વની કડી સમાન ગોલ્ડનબ્રિજ સૂમસામ ભાસી રહ્યો છે. એક સમયે વાહનોની ધમધમતા ગોલ્ડનબ્રિજ પરથી આજે એકલ દોકલ વાહન જ પસાર થઈ રહ્યા છે

છેલ્લા 140 વર્ષથી અડીખમ હું ગોલ્ડન બ્રિજ

બ્રોચથી ભાંગ્યું ભાંગ્યું ભરૂચ અને ભવ્ય દિવ્ય ભરૂચ સુધીની સફરસર કરનાર હું ગોલ્ડનબ્રિજ

રેવાના ધસમસતા પ્રવાહ વચ્ચે વાહન વ્યવહારનું એક માત્ર માધ્યમ બનનાર હું ગોલ્ડનબ્રિજ

પૂરની અનેક થપાટ સહન કરનાર હું ગોલ્ડનબ્રિજ

ટ્રાફિક જામ સમયે વાહન ચાલકોના અપશબ્દો પણ સાંભળનાર હું ગોલ્ડનબ્રિજ

એક સમયે સતત વાહનોથી ધમધમતો અને આજે સૂનકાર ભાષી રહ્યો હું ગોલ્ડનબ્રિજ

તમારો અને માત્ર તમારો હું ગોલ્ડનબ્રિજ

નર્મદાનો વિશાળ પટ અને ધસમસતા પ્રવાહ વચ્ચે અંગ્રેજ એંજિનિયર દ્વારા એ સમયના બ્રોચ અને હાલના ભરૂચમાં વર્ષ 1881ની 16મી મેના રોજ ગોલ્ડન બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. આ દિવસને હવે 140 વર્ષ વીતી ચૂક્યા છે. સમય બદલાયો,સંજોગો બદલાયા છતા ન બદલાયો ગોલ્ડન બ્રિજ. છેલ્લા 140 વર્ષથી એક યોધ્ધાની જેમ આજે પણ ગોલ્ડનબ્રિજ અડીખમ ઊભો છે અને વાહનોનો ભાર સહન કરી રહ્યો છે. નર્મદા નદીના અનેક વિનાશક પૂર તો સાથે જ પાણીના અભાવે સૂકો ભઠઠ બનેલો નર્મદાનો પટ આ તમામ વિષમ પરિસ્થિતી વચ્ચે પણ ગોલ્ડન બ્રિજે તેની અવિરત સેવા ચાલુ રાખી છે. વાહનોના વધતા ભારણ વચ્ચે એક સમય એવો પણ આવ્યો હતો કે બ્રિજમાં વાહન વ્યવહાર વન વે કરી દેવામાં આવ્યો હતો.આમ છતા ગોલ્ડન બ્રિજ ક્યારેય પણ થાક્યો કે હાર્યો નથી. 140 વર્ષથી સતત કાર્યરત આપણા ગોલ્ડન બ્રિજ પર હવે વાહન વ્યવહારનું ભારણ હળવું થયું છે કારણ છે બાજુમાં જ બનેલ અત્યાધુનિક નર્મદા મૈયા બ્રિજ. નર્મદા મૈયા બ્રિજ શરૂ થયાને બે દિવસનો સમય વિત્યો છે ત્યારે ગોલ્ડનબ્રિજની રાહત દ્રશ્યોમાં સ્પષ્ટ નિહાળી શકાય છે. સવારના અને સાંજના પિક અવર્સમાં ગોલ્ડન બ્રિજના આવા દ્રશ્યો તમે ક્યારેય નહીં જોયા હોય. ગોલ્ડન બ્રિજ પરથી હવે વાહન વ્યવહાર ઘટ્યો છે છતા પણ આજે અડીખમ ઉભો છે. ગોલ્ડનબ્રિજ અંગે લખવા માટે શબ્દો પણ ઓછા પડે.સમયના થપેડા ખાધા છતાં અડીગમ ઉભો છે આજે મારો ગોલ્ડન બ્રિજ, બસ તું એમજ ઉભો રહેજે હમેશા અમારી સાથે એ જ તારી પાસે માગું છું.આજે મારો ગોલ્ડન બ્રિજ ભારણ વગર ખૂબ સુંદર લાગે છે.Thank You Golden Bridge

Next Story