New Update
/connect-gujarat/media/media_files/2025/01/25/iIEM5epTR9g67d8X8ePi.jpg)
ભરૂચ એસ.ઓ.જીએ ભેરૂનાથ વાસણ ભંડાર દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ બોટલ રીફીલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ.એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયા દ્વારા એસ.ઓ.જી.ટીમને એ.ટી.એસ.ચાર્ટર મુજબની કામગીરી માટે સુચના આપતા સ્ટાફ પાનોલી વિસ્તારમા પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સંજાલી ગામના મહારાજા નગર સ્થિત કોમ્પલેક્ષમા ભેરૂનાથ વાસણ ભંડાર નામની દુકાનમાં સાગર ખટીલ નામનો ઇસમ દુકાનમા ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ કરે છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી સાત ગેસ સીલીન્ડર અને ગેસ રીફીલીંગ પાઈપ તેમજ વજન કાંટો મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાપોદ્રા ગામની અયોધ્યમપુરમ સોસાયટીમાં રહેતો સાગર શાંતિલાલ ખટીલને ઝડપી પાડ્યો હતો.
Latest Stories