New Update
ભરૂચના જંબુસરના કલક ગામની સીમમાંથી પસાર થતી પસાર થતી ઓ.એન.જી.સી.ની લાઈનમાંથી ક્રૂડ ઓઇલની ચોરીનો પ્રયાસ કરનાર 2 અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે
ભરૂચના જંબુસર તાલુકાના કલક ગામની સીમમાં આવેલ ONGC 728 નંબરનાં વેલમાં ગેરકાયદે રીતે બે ઈસમોએ કાર લઈને પ્રવેશ કર્યો હતો. અજાણ્યા ઈસમો તારીખ 9 સપ્ટેમ્બર 2024 સપ્ટેમ્બરના રોજ રાત્રીના 08:30 વાગ્યાની આસપાસ સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર - GJ 06 PK 4313ની સાથે ક્રૂડ ઓઇલ ચોરી કરવાના ઇરાદે ONGCની સાઇટમાં પ્રવેશ કર્યો હતો.
જોકે ત્યાં હાજર કર્મચારીને જાણ થતાં અજાણ્યા બે ઈસમો કાર મૂકી અને નાશી છૂટયા હતા. આ ઘટનાને લઈને જંબુસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જંબુસર પોલીસે બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ 303(2), 329(3), 62, 54 કલક હેથળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories