ભરૂચ: જિલ્લાના જંબુસર અને આમોદમાંથી પૂરગ્રસ્ત 1293 લોકોનું કરાયું સ્થળાંતર

ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર ઢાઢર નદીના પૂરના પાણીથી પ્રભાવિત થયા છે,જેના કારણે અનેક વિસ્તારોમાં નદીના તોફાની પાણી ફરી વળતા 1293 લોકોનું તંત્ર દ્વારા સફળતા પૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર ઢાઢર નદીના પૂરના પાણીથી પ્રભાવિત થયા છે,જેના કારણે અનેક વિસ્તારોમાં નદીના તોફાની પાણી ફરી વળતા 1293 લોકોનું તંત્ર દ્વારા સફળતા પૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાની ઢાઢર નદીના પાણીનું જળસ્તર 102.30 ફૂટ સુધી પહોંચતા આમોદ અને જંબુસર તાલુકાના વિવિધ ગામો પૂરથી પ્રભાવિત થયા હતા,પૂરના પાણીના પ્રકોપમાં પશુપાલકોના 100 થી વધુ પશુઓ પણ મોતને ભેટ્યા હતા,જ્યારે આમોદના દાદાપોર ગામનો એક યુવાન પણ મોતને ભેટ્યો હતો,જોકે વહીવટી તંત્ર દ્વારા સાબદા થઈને બચાવ અને રાહતની કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો..
જ્યારે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા સહિતના અધિકારીઓએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.ભરૂચ પૂર નિયંત્રણ કક્ષ માંથી જાણવા મળ્યા મુજબ જંબુસર માંથી પૂરગ્રસ્ત  909 લોકો જ્યારે આમોદ માંથી 384 લોકોનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું.હાલ ઢાઢર નદીના પાણી સ્થિર થતા અને વરસાદ પણ બંધ રહેતા પૂરની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.  
#Amod #CGNews #Dhadhar river #Water Flood #Jambusar #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article