ભરૂચ ના કુલ નવ પૈકી છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે ધોધમાર વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા
ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 9 પૈકી 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો વાગરામાં 1 ઇંચ,ભરૂચમાં 3 ઇંચ,ઝઘડિયામાં 2 ઇંચ, અંકલેશ્વરમાં 2 ઇંચ,વાલીયામાં 4 ઇંચ અને નેત્રંગમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતાતુર બન્યા હતા.તો આ તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પણ સ્થિર જોવા મળી રહી છે.નર્મદા ડેમની સપાટી 134.96 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની 1.48 લાખ ક્યુસેક પાણીની આવક છે. તો નર્મદા નદીમાં કુલ ૧.૧૭ લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમ 88.5% ભરાયો છે.