ભરૂચ: વાગરાના ભેંસલી ગામે મેડિકલ સ્ટોરમાં 5 તસ્કરોએ ચોરીનો કર્યો પ્રયાસ, CCTV ફૂટેજ બહાર આવ્યા

ભેંસલી ગામે રાહત પાર્કમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં ગત મોડી રાત્રે પાંચ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો

New Update
bhensali village Chori
ભરૂચના વાગરાના ભેંસલી ગામે આવેલ મેડિકલ સ્ટોરમાં તસ્કરો ત્રાટકયા હતા જોકે ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ભરૂચના વાગરા તાલુકાના ઔદ્યોગિક નગરી કેહવાતા ભેંસલી ગામે રાહત પાર્કમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં ગત મોડી રાત્રે પાંચ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
Advertisment
જોકે મેડિકલ સ્ટોરમાં કામ કરતો વ્યક્તિ સૂતો હોઈ તસ્કરો ભાગ્યા હતા.મેડિકલ સ્ટોરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા.પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે..
Latest Stories