અંકલેશ્વર: પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં POCSO Act-2012ની સમજ આપતો સેમિનાર યોજાયો

અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ તથા પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા  જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 એટલે કે POCSO Act, 2012ની સમજ આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
a

અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ તથા પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા  જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 એટલે કે POCSO Act, 2012ની સમજ આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એલર્જીસ્ટ  ડો. વિક્રમ પ્રેમકુમાર, ગાયનેકોલોજીસ્ટ ડો. પલક કાપડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે જ જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન એક્ટ) 2000 આ અધિનિયમ વિશે પણ અગત્યની માહિતી આપવામાં આવી હતી. બાળકોને જાતીય ગુનાઓ સામે કેવી રીતે બચાવી શકાય અને તેના માટે કયા કયા પગલાં લઈ શકાય તેની  માહિતી આ સેમીનારમાં સમજાવવામાં આવી હતી.સદર સેમિનારમાં પોદાર જમ્બો કિડ્સના હેડ મનીષાબા ગોહિલ તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories