આગામી સમયમાં ગુજરાતમાં યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ વધુ તેજ કરાય
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ AAP દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાય
આમ આદમી પાર્ટીમાં રહી નેતૃત્વ કરવાની તક આપવામાં આવશે
ખેડૂત, યુવાનો અને વેપારીઓને AAP દ્વારા પાઠવાયું છે આમંત્રણ
ભરૂચમાં આમ આદમી પાર્ટી (AAP)એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી છે. રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 10 હજારથી વધુ બેઠકો પર AAP ઉમેદવારો ઊભા કરશે.
આમ આદમી પાર્ટી દ્વારા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ખેડૂત આગેવાનો, યુવાનો અને વેપારીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડી શકે અને નેતૃત્વ કરવાની તક મેળવી શકે, ત્યારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, ઇચ્છુક ઉમેદવારો સોશિયલ મીડિયા દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી શકે છે, અથવા શહેર-તાલુકા સ્તરે પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી ફોર્મ મેળવી શકે છે.
ઉમેદવારોએ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર પર મોકલવાનું રહેશે, ત્યારે આગામી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ સક્રિય બની ભાજપને કપરા ચઢાવ ચડાવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.