અંકલેશ્વર: GIDC પોલીસ મથકના ચોરીના ગુનામાં 9 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ !

બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો..

New Update
Absconding accused
અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો હતો. ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઈ. આર.એચ.ચાવડાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો મધ્ય પ્રદેશના કઠ્ઠીવલા તાલુકાના ભોલવાંટ ગામનો કુખ્યાત આરોપી વિનુ દુલિયા ભિલાલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગોલ્ડન પોઇન્ટ પાસે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વિનુ ભિલાલાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories