નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે ચાલતું રસ્તાનું સમારકામ
રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ
ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાના આક્ષેપ
રસ્તાની હલકી ગુણવત્તાવાળી કામગીરી : દિલીપ વસાવા
જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસ કરવાની માંગ કરાય
ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી યોગ્ય તપાસની માંગ કરી છે.
હાલ ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામનું જે તે એજેન્સી દ્વારા સાઈન બોર્ડ માર્યા વગર પ્લાન એસ્ટીમેટ મુજબ નહીં, પરંતુ હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરી ગુણવત્તા જાળવ્યા વિનાનું તકલાદી કામ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે. રસ્તામાં વપરાતી ક્વોરી મટીરીયલ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું છે, જેના કારણે આ રસ્તો ટકાઉ નહીં બને અને ટૂંકાગાળામાં જ ખરાબ થઇ જવાની શક્યતા જણાઈ આવે છે.
સ્થાનિક સરકારી અધિકારી તથા કોન્ટ્રક્ટર સાથેના મેળાપીપણામાં સરકારી નાણાંનો દુર્વ્યય જણાય આવવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા પંચાયત સભ્ય દિલીપ વસાવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લકયો છે. જેમાં રસ્તાના કામમાં ગેરરીતી મામલે અગાઉ પણ તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યુ છે. જોકે, આ રસ્તો સારી ગુણવત્તાવાળા મટીરીયલકથી બનાવવામાં આવે તો મજબૂત અને ટકાઉ બને તેમજ સરકારી નાણાનો દુર્વ્યય થતો અટકે, જેથી આ રસ્તાની કામગીરીની તપાસ કરી પ્રજા અને રાજ્યના હિતમાં પગલા ભરવાની માંગ સાથે દિલીપ વસાવાએ રજૂઆત કરી છે.