અંકલેશ્વર નજીક પરિસ્થિતિ
ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ
10 કી.મી.લાંબો ટ્રાફિકજામ
અનેક વાહનચાલકો અટવાયા
વારંવાર સર્જાય છે ટ્રાફિકજામ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચથી સુરત તરફ જતી લેનમાં 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વરના મોતાલી પાટીયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે અનેક વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ઓવરબ્રિજ સાંકડા હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાય રહી છે. જેના પગલે છાશવારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.