અંકલેશ્વર: રોશન સોસાયટીમાં 31 વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી

૩૧ વર્ષીય સદ્દામ હુસેન સૈઈજુદ્દીન શેખ ગતરોજ રાતે તેના ઘરે હતો તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો

New Update
Ankleshwar Youth Suicide
અંકલેશ્વરની રોશન સોસાયટીમાં અગમ્ય કારણસર એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ડેપો સામે આવેલ રોશન સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય સદ્દામ હુસેન સૈઈજુદ્દીન શેખ ગતરોજ રાતે તેના ઘરે હતો તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો હતો.
બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 31 વર્ષીય યુવાને અંતિમવાદી પગલું કેમ ભર્યું તે હજી સુધી જાણવા મળી શક્યું નથી જો કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories